અખિલ ભારતીય નાગર પરિષદ, મધ્યસ્થ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ ભાઈ મહેતાના પ્રોત્સાહન તથા માર્ગદર્શન હેઠળ પરિષદ ની રાષ્ટ્રીય સંગીત અને સાંસ્કૃતિક સમિતિ આગામી હાટકેશ જયંતિ નિમિત્તે ફરી એક વાર આયોજિત કરી રહી છે.. આંતરરાષ્ટ્રીય હાટકેશ બાલોત્સવ 2 એક અઠવાડિયા સુધી ચાલનાર આ બાળ ઉત્સવ હાટકેશ સપ્તાહ તરીકે ઉજવાશે.. જે અંતર્ગત નાના નાના બાળ નાગરો આપણા ઇષ્ટ દેવ શ્રી હાટકેશ દાદા વિશે અને હાટકેશ પાટોત્સવ વિશે કેટલી જાણકારી ધરાવે છે એ એમની કાલીઘેલી નિર્દોષ વાણી થકી આપણી સમક્ષ પ્રસ્તુત કરશે . સમગ્ર ભારત તેમજ ભારત બહાર વસતા ઉંમર વર્ષ 3 થી 15 સુધીના તમામ નાગર બાળકો નીચે મુજબ સ્પર્ધા માં ભાગ લઈ શકશે . 1 હાટકેશ દાદા ની સ્તુતિ, શ્લોક, સ્તોત્ર કીર્તન વગેરેનું પઠન, ગાયન, કે નૃત્ય (દોઢ મિનિટ નો વિડીઓ whatsapp થી મોકલવો) 2 બાળક પોતાના શહેરના હાટકેશ મંદિર વિશે શું જાણકારી ધરાવે છે એ વિષય પર 3 મિનિટનું વક્તવ્ય 4 આપણા મંદિરો ની માહિતી તથા વિશેષતા 5 હાટકેશ્વર મહાદેવ ની ઉત્પત્તિ તથા એ વિશે ની ઐતિહાસિક માહિતી જણાવતો ફક્ત 3 મિનિટ નો વિડીઓ 6 હાટકેશ્વર પાટોત્સવ નું આપણા માટે શું મહત્વ છે .. 7 સમંત્ર પંચોપચાર પૂજન નો વિડીઓ (દોઢ મિનિટ)
સ્પર્ધા ના નિયમો 1 એક બાળક ઉપર ની કોઈ પણ એક જ સ્પર્ધા માં ભાગ લઈ શકશે . 2 ભાગ લેનાર બાળક બાળ નાગર લાગે એમ પીતાંબર અને ખેસ પહેરી ને વિડીઓ બનાવશે તથા દીકરીઓ પણ આપણા પરંપરાગત પોશાક માં પ્રસ્તુતિ કરશે એની ખાસ નોંધ લેવામાં આવશે 3 ભાગ લેનાર બાળક ના માતા પિતા ને વિનંતી કે આપના બાળકે ઉપર માં થી જે સ્પર્ધા માં ભાગ લીધે છે એ પ્રવૃત્તિનો 1.5 મિનિટનો જ (દોઢમિનિટ) અને વક્તવ્ય હોય તો 3 મિનિટનો વિડિઓ ફોન ને આડો રાખી ઉતારવો અને નીચે આપેલ સંપર્ક નંબર પર whatsapp થી મોકલી આપવો. સાથે બાળક જાતે અથવા માતા કે પિતા એ બાળકનું નામ, ઉમર, શહેર અને કોન્ટેકટ નંબર ની વિગત બોલી ને કે લખીને મોકલાવી ફરજિયાત છે. ભાગ લેનાર બાળકોના નામ રજીસ્ટર કરાવવા ફરજીયાત છે.. 15-4-22 શુક્રવાર હાટકેશ જયંતિ ના સવારે રજિસ્ટ્રેશન ચાલુ થશે જે 21-4-22, ગુરુવાર ના રાત્રે 11 વાગે close થશે . વિડીઓ બાઈટ મોકલવાની છેલ્લી તારીખ 21-4-2022 રજિસ્ટ્રેશન માટે તથા વિડીઓ એન્ટ્રી મોકલવા માટે સંપર્ક:- ABNP - 8140061748 (Only whatsApp) વય જૂથ 3 થી 15 વર્ષ
ખાસ નોંધ:-
1 ચિત્ર સ્પર્ધા નથી રાખેલ આથી કોઈએ પેઇન્ટિંગ ના વિડીઓ કે પેપર ના ફોટો મોકલવા નહીં.
2 વિડીઓ ઉતારતી વખતે ફોન ને આડો રાખીને જ વિડીઓ લેવો.
3 ગયા વર્ષની વિડીઓ એન્ટ્રી ફરી આવશે તો એને રદ કરવામાં આવશે
4 ઉપર આપેલ સંપર્ક નંબર ફક્ત whatsApp થી વિડીઓ એન્ટ્રી મોકલવા માટે જ છે, આથી એ નંબર પર આવેલ એન્ટ્રી જ માન્ય ગણાશે. એ નંબર પર કોઈ કોલ કરવો નહીં. હાટકેશ બાલોત્સવ 2 ને લગતી કોઈ પણ પ્રકારની પૂછપરછ કે વધુ માહિતી જોઈતી હોય તો નીચે આપેલ નંબર પર call કરવો.
1 Tanvi Jha 9898000857
2 Jalpa Desai 9879068755
3 Gaurang Vora 9427545194
4 Mimansa Bhatt 9998283992
15 એપ્રિલ થી 21 એપ્રિલ વચ્ચે આવેલા વિડીઓ એન્ટ્રી જ માન્ય ગણાશે, એ પછી આવેલ વિડીઓ માન્ય ગણવામાં નહીં આવે જેની ખાસ નોંધ લેવી.ંપન્ન કરવામાં આવેલ.
પવિત્ર યાત્રાધામ અંબાજી, મૂળ સ્થાન ગબ્બર ખાતે ચૈત્ર સુદ સાતમ, આઠમ, નોમ, (તારીખ 8, 9, 10 એપ્રિલ) દરમિયાન શ્રી૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2022 ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વંદનીય ભાગવત કથાકાર અને અખિલ ભારતીય નાગર પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ ભાઈ મહેતા ના કંઠે વેદોક્ત મંત્રોચ્ચાર થકી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે માઁ અંબાને પૂજા-આરતી થી વધાવી તેમજ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી સ્વાગત કરી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાના આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ યજ્ઞશાળાઓમાં અખિલ ભારતીય નાગર પરિષદ તથા સમગ્ર ગુજરાત નાગર પરિષદના સંયુક્ત ઉપક્રમે વિવિધ પ્રકારના હોમાત્મક યજ્ઞ જેવાકે સરસ્વતી સ્વત યાગ, દેવપૂજીતા યજ્ઞ, મહાલક્ષ્મી યાગ, દાનદાત્રી યાગ, વિજયા યાગ વગેરે પૂજન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ.
અખિલ ભારતીય નાગર પરિષદ તથા સમગ્ર ગુજરાત નાગર પરિષદ ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, યાત્રાધામ અંબાજીના કલેકટર શ્રી, વહીવટદારશ્રી, તથા સમગ્ર ૫૧ શક્તિપીઠ ના પૂજારીશ્રીઓ તથા સર્વે શ્રધ્ધાળુ ભાવિક ભક્તોનો કાર્યક્રમના સંચાલનમાં સહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માને છે.
અખિલ ભારતીય નાગર પરિષદ ના 22મા સત્રના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. જલ્પેશ ભાઈ મહેતા ( શ્રીમદ્દ ભાગવત કથાકાર ) તથા એમના નેતૃત્વ હેઠળ મધ્યસ્થ કમિટી તથા મેડિકલ કમિટીના સહયોગ થકી તારીખ 18- 4- 2021, રવિવાર ના રોજ વિશ્વવ્યાપી નાગર બંધુઓ માટે ડિજિટલ મંચ પર એકત્ર થઈ zoom એપ્લિકેશન દ્વારા જ્ઞાતિજનો માટે મેડિકલ વેબિનાર નું આયોજન કરવામાં આવેલ. આ webinar માં અખિલ ભારતીય નાગર પરિષદ સાથે જોડાયેલા જ્ઞાતિ ના જ સંનિષ્ઠ, સક્રિય, માનવંતા તબીબોએ તેઓની અતિ વ્યસ્ત તબીબી વ્યસ્તતા છતાં COVID-19 માં મુંઝવતા પ્રશ્નો અંગે કોરોના મહામારીને લગતા મૂંઝવતા પ્રશ્નો રજૂ કરી સચોટ માર્ગદર્શન આપ્યું હતું. વેબીનાર માં નીચે પ્રમાણેના વિષય આવરી લેવામાં આવ્યા હતા.: ૧) કોરોનાનું ઇન્ફેક્શન ન લાગે એના માટે શું કરવું? ૨) કોરોના ઇન્ફેકટેડ પેશન્ટ એ કઈ ટ્રીટમેન્ટ લેવી? અને કઈ પરિસ્થિતિ માં હોસ્પિટલ માં એડમિટ થવું ? bed, ઈન્જેકશન કે દવાઓ માટે કોનો કોન્ટેક્ટ કરવો...? ૩)કોરોના મટી ગયા પછી શું કાળજી રાખવી? ૪) વેકસીન લીધા પછીની તકેદારી..
તદુપરાંત આ સિવાય મેડિકલ એક્સપર્ટસ ટીમ દ્વારા એમના વિષયને લગતા topics પર મંતવ્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. વેબીનાર નો સમય વધુમાં વધુ 1.30 કલાકનો નિયત કરેલ હતો. પણ દરેક એક્સપર્ટ ડૉ. ની અસરકારક રજૂઆત દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા આપણા નાગર મિત્રો સાડા ત્રણ કલાક સુધી જોડાઈ રહ્યા હતા. તેઓને મુંઝવતા તમામ પ્રકારના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન લાઈવ ઇન્ટરેક્શન દ્વારા તમામ તબીબો એ સંતોષકારક રીતે આપ્યું હતું. કાર્યક્રમના ઉદ્દઘોષક સ્થાનેથી રા.અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ મહેતા મેડિકલ એક્સપર્ટસ 1 શ્રી ડૉ. નરેન્દ્ર રાવલ - પલ્મનોલોજીસ્ટ, પાલડી અમદાવાદ; 2 ડૉ. હેમંત ભટ્ટ - ગાયનેકોલોજિસ્ટ, મમતા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ખાડીયા, અમદાવાદ 3 ડૉ. મુંજાલ પંડ્યા - હેમેટોલોજીસ્ટ એન્ડ મેડિકલ ઓન્કોલોજીસ્ટ, Shalby hospital, અમદાવાદ 4 ડૉ. વિમલ મહેતા - જનરલ પ્રેક્ટિશનર, સાબરમતી, અમદાવાદ 5 ડૉ. પ્રણત મજુમદાર, ENT SPECIALIST, પાટણ સમગ્ર વેબીનાર ને ટેકનિકલી સંચાલિત કર્યો શ્રી કીર્તન જહાં (USA) કાર્યક્રમ નુ ઍન્કરીંગ કર્યું શ્રી કર્પુર મજમુંદાર વેબીનાર ના કન્વીનર્સ :- ૧- શ્રીમતી તન્વી અમિત જહાં ૨- ડૉ. શ્રી મુંજાલ પંડ્યા સૌજન્ય:- ડૉ શ્રી જલ્પેશ ભાઈ મહેતા તથા સમગ્ર અખિલ ભારતીય નાગર પરિષદ, મેડિકલ કમિટી,મધ્યસ્થ.🙏
અખિલ ભારતીય નાગર પરિષદ, મધ્યસ્થ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ મહેતા ના માર્ગદર્શન હેઠળ પરિષદની સંગીત અને સાંસ્કૃતિક સમિતિ દ્વારા હાટકેશ જયંતિ-2021 નિમિત્તે શ્રી હાટકેશ બાલોત્સવ સપ્તાહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વમાં વસતા બાળ નાગરોએ ખુબ જ ઉત્સાહિત બની ભાગ લીધો હતો. જે અંતર્ગત ઘણા બધા બાળ નાગરોએ આપણી નાગરી વિશિષ્ટ પરંપરા ને ધ્યાનમાં રાખી પીતાંબર, ખેસ ચણિયાચોળી જેવા ટ્રેડિશનલ પરિધાન કરી... 1) આપણા ઇષ્ટદેવ શ્રી હાટકેશ દાદા ની સ્તુતિ, શ્લોક, પ્રાર્થના, હાટકેશ પાટોત્સવ વિશે, સમગ્ર વિશ્વના જુદા જુદા હાટકેશ મંદિરો વિશે, નાગર જ્ઞાતિના જુદા વિભાગો/ પાંખ વિશે સંક્ષિપ્તમાં વર્ણન ... સુંદર ગાયન/વાદન/નૃત્ય/મંત્રોક્ત પૂજન/ચિત્ર/વક્તવ્ય દ્વારા પ્રસ્તુત કરતા સુંદર વિડિયો ક્લિપ બનાવી ભાગ લીધો હતો. બાળકો તથા એમના માતાપિતા ને પ્રોત્સાહિત કરવા ના પ્રયોજન થી સમગ્ર દુનિયામાં પોતાના કામ થકી ડંકો વગાડનાર ગૌરવવંતા નાગર શ્રેષ્ઠી શ્રીઓ એ પણ એમની પોતાની વિડીઓ બાઈટ મોકલી ને સમાજ પ્રતિ પોતાનું યોગદાન આપેલ. અખિલ ભારતીય નાગર પરિષદ આપ સહુ ગુણીજનો નો ખૂબ ખૂબ આભાર માને છે શ્રી ભાગ્યેશ જહાં શ્રી અર્ચન ત્રિવેદી શ્રીમતી આશ્લેષા મહેતા શ્રીમતી રૂપાંગી બુચ કુ મૌસમ કુ મલકા મહેતા ભાગ લેનાર બાળ નાગર વય જૂથ 1) 3 થી 8 વર્ષ :- 2) 9 થી 13 વર્ષ- 3) 14 થી 17 વર્ષ
પ્રમાણે વિડિયો કલીપ શ્રી હાટકેશ સપ્તાહ અંતર્ગત તારીખ 26-4-21 થી 3-5-21ને સોમવાર, બપોરે 12 વાગ્યા સુધી સંપર્ક સૂત્રોને મોકલી રજિસ્ટ્રેશન કરાવેલ હતુ. આ તમામ વિડિયો ક્લિપ્સ એકત્ર કર્યા બાદ પરિષદના જ માનવંતા નાગર શ્રેષ્ઠીઓ એ નિર્ણાયક તરીકે ઉમદા સેવા આપી હતી. પરિણામ ની જાહેરાત ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ દ્વારા તારીખ 12-5-21, ગુરુવાર ના દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. જલ્પેશભાઈ મહેતા ના વક્તવ્ય થકી કરવામાં આવેલ. સ્પર્ધા ના વિજેતા બાળકો, રનર્સ અપ તેમજ ભાગ લેનાર દરેક ભૂલકાઓ ને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવેલ. તારીખ 6-6-21, રવિવાર ના દિન થી, બાળકો ની સુખાકારી તથા સુરક્ષા ને ધ્યાન માં રાખી, રામકૃપા ફાઉન્ડેશન ની ઝુંડાલ ખાતે આવેલ ઓફિસે અગાઉ થી સમય આપી રુબરૂ બોલાવી ને ટ્રોફી તથા સર્ટિફિકેટ નું વિતરણ ચાલુ કરેલ છે. સમગ્ર કાર્યક્રમ ને સુચરુરૂપે સંચાલિત કરવામાં યોગદાન આપનાર પરિષદ ને સમર્પિત નાગર શ્રેષ્ટિ ઓ નિર્ણાયક શ્રી ઓ શ્રી જગદીપ મહેતા શ્રી દિનેશ ધોળકિયા શ્રીમતી રૂપાંગી બુચ શ્રીમતી ગિરિમા ધારેખાન સંકલન:- શ્રીમતી મીમાંસા નિપમ ભટ્ટ શ્રીમતી જલ્પા રાજેશ દેસાઈ શ્રીમતી તન્વી અમિત જહાં સૌજન્ય:- શ્રી રામકૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટ, હસ્તે શ્રી જય મહેતા, ઝુંડાલ તથા સ્વ સુરેખાબેન સનત કુમાર માંકડ ના સ્મરણાર્થે હસ્તે સનતકુમાર માંકડ, વડોદરા અખિલ ભારતીય નાગર પરિષદ રા.અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ ભાઈ મહેતા નોંધ:- જે તે શહેર માં વસતા હાટકેશ જન પોતાના શહેર ની અખિલ ભારતીય નાગર પરિષદ ની શાખા માં પોતાનું તથા પરિવારજનો નું નામ નિઃશુલ્ક રજીસ્ટર કરાવે અને એ થકી આપણું નાગરસંગઠન મજબૂત બનાવવા ના પ્રયોજન માટે પોતાનો પણ સહયોગ આપે એ માટે ગૂગલ ફોર્મ તૈયાર કરી સમાજ સમક્ષ રજુ કરવામાં આવેલ છે, જેની લિંક આ સાથે સામેલ છે.
જગતજનની માઁ અંબાની અસીમ કૃપાથી તારીખ 25, 28 ઓગસ્ટ 2021 દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શ્રી જલ્પેશ ભાઈ મહેતાની અધ્યક્ષતામાં રાત્રિપૂજા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 4 દિવસ દરમિયાન માઁ ના ચાચર ચોકમાં નવચંડી યજ્ઞ, ધજા આરોહણ, આપણી જ્ઞાતિના માઢમાં આનંદનો ગરબો, સુંદરકાંડ, વિગેરે પ્રસંગો પણ રંગેચંગે ઉજવ્યા હતા..
અખિલ ભારતીય નાગર પરિષદ મધ્યસ્થના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. જલ્પેશભાઈ મહેતાની પ્રેરણા તથા સહયોગથી ABNP -મહિલા પાંખના ચેર પરસન શ્રીમતી જલ્પાબેન દેસાઈની આગેવાની હેઠળ 25-12-'21 શનિવાર અને 26-12-'21 ને રવિવારે નાતાલની રજાઓ દરમ્યાન રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, ઝુંડાલ ખાતે નાગર બહેનો કે જેઓ ગૃહ ઉદ્યોગ કે સ્વ રોજગાર દ્વારા આત્મ નિર્ભર રહી આવક મેળવે છે તેઓને પ્રોત્સાહિત કરવા, તેઓના આ પ્રયાસને વેગ મળે તે હેતુથી અનોખા આત્મનિર્ભર નાર્યા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું. જેમાં જે નાગર બહેનો લઘુ ઉદ્યોગ, ગૃહઉદ્યોગ કે અર્થૉપાર્જનને લગતા જે કોઈ વ્યવસાય/ધંધા સાથે જોડાયેલ છે તેઓ અનેરા ઉત્સાહથી આ આનંદ મેળાને વધાવ્યો હતો. ખૂબ જ અસરકારક પ્રતિસાદ સાંપડયો હતો. એટલે કે, આ આનંદ મેળાના માધ્યમથી બહેનો પોતાની પ્રોડક્ટસનું સીધું વેચાણ કરી શકે, વર્ષ દરમ્યાન તેમને ઘરે બેઠા કામ મળી રહે, તેમજ કોરોનાના આ કપરા કાળમાં જે બહેનોએ તેમના સ્વજન ગુમાવ્યા છે, તેમને આ કારમી પરિસ્થિતિમાંથી બહાર લાવવા એ આ આનંદ મેળાનું મુખ્ય ધ્યેય હતું.જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, દિલ્હી, મુંબઈ, વડોદરા, ભાવનગર, સુરત, મોરબી,ભુજ એમ વિવિધ શહેરોમાંથી નાગર બહેનોએ અતિ ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લીધો હતો. આ મેળામાં બહેનોને નિ:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવેલ.
તા: 25.12.2021 ને શનિવારે સવારે 9.00 વાગે રાઘવ ફાર્મ, ઝુંડાલ ખાતે આત્મ નિર્ભર નાર્યા મેળાનું ઉદ્દઘાટન નાગર જ્ઞાતિનાં ગૌરવ સમા UPSC માં પ્રથમ પ્રયત્ને ઉતીર્ણ થઈ વડોદરા ખાતે પોલીસ ઈન્સપેક્ટર તરીકે નિમણુક પામેલ સુશ્રી બિજુરબેન ભટ્ટના વરદ હસ્તે કરવામાં આવેલ. મોટી સંખ્યામાં નાગર પરિવારોએ આ મેળાની મુલાકાત લઈ બહેનોની પ્રોડકટ્સ ખરીદી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બહેનો ની પ્રોડકટ્સના વેચાણને ખુબ ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળ્યો હતો. 25.12.2021 ની સાંજે અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા આયોજિત સ્નેહ સંમેલનમાં નાગર જ્ઞાતિના વિધ વિધ મંડળોના પ્રમુખો, નાગર શ્રેષ્ઠીઓએ પણ આ આનંદ મેળાની મુલાકાત લઈ નાગર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.તથા સમગ્ર ટીમને બિરદાવી હતી. 26.12.2021 ને રવિવારે સવારથી જ લોકોનો ઉત્સાહ અને આનંદ મેળાને જોવા, માણવા તથા મેળામાંથી ખરીદી કરવા માટે ખૂબ જ સુંદર પ્રતિસાદ સાંપડયો હતો. સમય સાંજના 9.00 વાગ્યા સુધીનો હોવા છતાં મોડે સુધી લોકોનો ધસારો જળવાઈ રહ્યો હતો. આ સાથે બાળકોને પણ આનંદ મળે તે હેતુથી ચિત્ર દોરવા તથા રંગપૂરણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટોલધારક સાથે આવેલ બાળકો સાથે મુલાકાતી બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ મનગમતા ચિત્રો દોરી/ રંગ પૂરી આનંદ કર્યો હતો. લગભગ 60 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સાંજે D J DANCE PARTY, karauke MUSIC માં પણ ઉપસ્થિત સૌ સહભાગી બહેનો, મુલાકાતીઓમાંથી ઈચ્છુક ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર બે દિવસીય આનંદ મેળામાં અખિલ ભારતીય નાગર પરિષદ- મધ્યસ્થના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જલ્પેશ મહેતા તથા તેમના પરિવારજનોની/ તેમની રાઘવ ફાર્મ ની ટીમના સદસ્યોની નિ:સ્વાર્થ સેવાકીય હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.જેઓએ સૌ સ્ટોલ ધારકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે સતત દેખરેખ રાખી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવા બદલ સમસ્ત ABNP ટીમનો અથાગ પરિશ્રમ અને અલિખિત સહયોગ પ્રાપ્ત થયો છે.